Saturday, November 28, 2020

તપસ્યા ૮

 આટલા દિલાસા સાથે મનમાં ખટકો હતો.આવી ગુણીયલ દિકરીને બોજ માની એના આત્મસન્માનનએ ઘાયલ કર્યું હતું.એની હિંમત ને હીર પારખવામાં ઉણા ઉતર્યા હતા.માત્ર બહારના લોકોનોઅભિપ્રાય માનીને દિકરીને અન્નાય કર્યો હતો.વાતચીત કરીને વાતાવરણ હળવું કરવાની બહુ ઇચ્છા હતી. પણ આ વાત પર એવો ભોગળ ભીડાઇ ગયો હતો કેએ બંધ બારણા પાછળ કેવો દાવાનળ ભભુકતો હશે?કેવો જવાબ મળશે કે કદાચ પરિસ્થિતિ વધારે વણસે એ કલ્પનાથી ય કાંપતા હતા.તો કપડા કે દાગીના જેવી દુન્યવી ચીજોથી મનાઇજાય એવી આ સામાન્ય દિકરી નહોતી! ત્યાર પછી એકવરસે અવનીની આ વર્તણુકનો ભેદ ખુલ્યો.અવનીએ છેક છેલ્લે દિવસે ખબર આપી કે એદિક્ષા લઇ રહી છે. પોતાની બધી ચીજો જતા પહેલા મા ને સોંપી દીધી.એણે એક ગૌરવપુર્ણ રાહ અપનાવ્યો હતો.પણ એટલો દિલાસોય વાસંતીબેનના નસીબમાં નહોતો. કારણ જતા જતા અવનીએ કહેલા છેલ્લા શબ્દ એને હંમેશા તીરના જેમ ભોંકાતા રહ્યા હતા.' મા, એકરીતે નહિ તો બીજી રીતે તારા પર 'બોજ' ઓછો કરુ છું.હવે તો તારી આબરુ અકબંધ રહેશે ને' તો આ વૈરાગ્ય કે જ્ઞાન નહિન પણ સંસારના અન્ય જીવો તરફ રોષનુંકારણ હતુ! આવો વૈરાગ્ય શાંતિ કે મોક્ષ આપી શકે ખરો? સૌથી વધુ આઘાત અનુને લાગ્યો હતો. એ માત્ર મોટી બેન જ નહિ પણ મિત્ર,માર્ગદર્શક ને દિલાસાનું સ્થાન હતી.અવનીના આ પગલાથી એ અચાનક નિરાધાર ને દિશાહીન બની ગઇ હતી.બહેન હંમેશ માટે પરાઇ થઇ ગઇ.સફેદ વસ્ત્રો,અલંકારવિહિન ચહેરો,વાળવગરનું માથુ ને આંખમાં પરિચિતતાનો કોઇ અણસાર નહિને સાધ્વીઓના ટોળા વચ્ચે દિક્ષાસમારંભમા  ઉભેલી જોઇ એ લગભગ પાગલ થઇ ગઇ હતી.એને દોટ મુકીને અવની પાસે પંહોચી જતા રોકવા વાસંતીબેને એનો સખત પકડી રાખ્યો હતો. આજે એક વરસે એ આંગણે આવી હતી જયા એનુ નિર્દોષ શૈશવ વીત્યુ હતું.પણ મા નું હૈયુ હરખે એવી દિકરીરુપે નહિ. એને વંદી શકાય પણ પોતાની ન કહી શકાય.એણે મા તરફ કરુણા સભર સ્મિત કર્યુ ને અનેકવિધ વાનગીઓમાંથી એક રોટલાનો ટુકડો લઇ વિદાય થઇ. અનુ તો પોતાની રુમમાં ભરાઇને બારીએથી જોઇ રહી હતી.બેનને જો બેન તરીકે મળી ન શકાય તો કોઇ સાધ્વીને મળવામાં એને કોઇ રસ નહોતો. પણ આ આખરી મુલાકાત નહોતી.ત્યારપછી એકાદબે વરસે એ આવી હતી. પણ સાધ્વીના સફેદ પોશાકમાં નહિ પણ સંસારી તરીકે.સુંદર વસ્ત્રો ને આછા સૌભાગ્યના અલંકારો.સાથે એક સોહામણો યુવક પણ હતો.     મા સાચી ખોટી અટકળો કરીને આઘાત અનુભવે એ પહેલાજ એણે ચોખવટ કરી.''મા આ કવન. એણે પોતાની પ્રિયતમાની બેવફાઇથી દુઃખી થઇ ને વૈરાગ્ય અપનાવ્યો હતો.બહુ ચર્ચાવિચારણા પછી અમને લાગ્યુ આપણો વૈરાગ્ય એ વિરક્કતા નહિ પણ અણગમતી પરિસ્થિતિમાથી છટકબારી હતી.પલાયનવૃતિ કેજેનાથી કોઇનું ભલુ થતુ નથી.બલ્કે વ્યકિત જયારે વૈરાગ્યના ઓઠા નીચે પોતાની લાલચ, આળસ, ક્રોધ, રોષ આવી માનવસહજ આસુરી વૃતિઓને લઇને વૈરાગ્ય માની સંન્યાસ સ્વીકારે ને તક મળે ત્યારે આવી વૃતિઓને સંતોષે.પરિણામે ધર્મ નેછેવટે સમાજમાં સડો પ્રવેશે ને ધર્મ વગોવાય. મા અમે આશ્રમમાં આવી પરિસ્થિતિ જોઇ. દરેક ધર્મનો ઉદેશ તો માનવકલ્યાણ જ હોય છે પણ એમા માનવસહજ દુર્ગુણો ભળે એટલે એનું પતન થાય. એટલે સ્વચ્છ જીવન જીવવા અમે સન્યાસ છોડી લગ્ન કરી લીધા છે,સુખી દામ્મપત્ય એ  દંભી ત્યાગ કરતા વધારે કલ્યાણ કારી છે વ્યકિત ને સમાજ માટે પણ'વાસંતીબેન સ્તબ્ધ બની ગયા.છેવટે અવનીએ જ કહેવું પડયુ કે મારા પગલાથી તને દુઃખ થયુ હોય તો માફ કરજે' બન્નેએ વાસંતીબેનનો ચરણસ્પર્શ કર્યો. વાસંતીબેનના અંતરપુર્વકના આશીષ સાથે  એને મન પરથી અપરાધનો બોજો ઉતરી ગયો.   ઘરમાં ફરીથી ઉલ્લાસ છવાઇ ગયો.       સંપુર્ણ     


No comments:

Post a Comment