Friday, December 4, 2020

સમસ્યા

 આપણે એકકોષી જીવમાથી માનવ બન્યા છીએ. આ બધા જન્મો એટલે કે આપણા શાસ્ત્ર પ્રમાણે ચોર્યાસી લાખ યોની.હવેઆ બધા જન્મોની ખુબી ખામી આપણામાં અકબંધ છે. ભલે આપણે અર્થશાસ્ત્ર, ધર્મ, સામાજિક માળખુ તૈયાર કર્યુ હોય પણ આપણા અસ્તિત્વનો સવાલ આવે એટલે એ પશુવૃતિ જાગી જાય. કદાચિત આપણું શિક્ષણ આપણને રોકે તો જાનામિ ધર્મ કહીને અથવા બધા આમ જ કરે છે કહીને આત્માના અવાજને દાબી દઇએ. આપણી સંગ્રહવૃતિ, સરહદ બનાવવાની વૃતિ, વણાશ્રમવ્યવસ્થા વગેરે. જુઓ કે કીડી,મંકોડા નેઉધઇ જેવા કીટકો સંગ્રહ કરે છે. એમાં પણ રાજા,રાણી ને દાસી જેવા વિભાગો છે તો એમની બનાવેલી કે માનેલી સરહદમાં કોઇ બહારનું આવે તો જીવલેણ યુધ્ધ થાય. એમાં પણ જે બળવાન હોય તેને જ માદાનો ભોગવટો મળે.સંતાનોની ઉછેરની જવાબદારી માદા નિભાવે. સિંહ જેવા પ્રાણીઓ માત્ર પરિવારનું રક્ષણ કરે.બાકીનું માદાઓને કરવાનું. શિકાર કરીને 'મહારાજાને ' સોંપી પછી વધેલુ ખાવાનું. એ જ પ્રમાણે સમાજમાં સ્ત્રીઓ આખાપરિવારને જમાડી ને વધ્યુ હોય તો ખાય. બાળઉછેર એ જ કરે. આપણા એવા દરબારો કે રજવાડા ને રાજાઓ ગામની સ્ત્રીઓ ભોગવવાનો એમનો પહેલો અધિકાર છે એમ માનતા.  આજે આપણે શિક્ષિત થાય છીએ તો પણ આપણે સંગ્રહવૃતિ ધરાવીએ છીએ. આજે પણ સરહદ માટે પાડોશી.ખેતરના શેઢા માટે ને દેશની સરહદો માટેના ઝધડા ચાલું જ છે. આ બધી સમસ્યાઓ ઉપર માણસના સ્વભાવ, આસપાસનું વાતાવરણ, ધર્મ વગેરે પરિસ્થતિની અસર પડે છે.એ ક્યારેક સામાજિક સમસ્યા ને એ રીતે વ્યકિત કે દેશની ઓળખ બની જાય. આજે આપણી એવી કેટલીક સમસ્યા જોઇએ. તો આપણે શાંતિપ્રિય પ્રજા છીએ એમ મનાય છે.પણ આ શાંતિના ઓઠા નીચે  કાયરતા છુપાઇ હોય એવું નથી લાગતું?  પરિસ્થિતિનો  સામનો કરવાને બદલે  એને સ્વીકારી લેવી, અન્યાયને સહન કરી લેવો.સત્ય બોલતા ડરવુ વગેરે. કારણકે આપણે મરતા ડરીએ છીએ.ગાંધીજીએ કહ્યુ છે કે મરતા ડરે એ પ્રજા મરવાની જ. જોખમ ઉઠાવવાને બદલે શરણે જવુ એમાં સલામતી લાગે છે. એ સલામતી મેળવવા કયારેક કોઇ નિર્દોષ    વ્યકિત કે કયારેક સમસ્ત દેશનો ભોગ આપી દઇએ. પરદેશીઓ આપણા દેશ પર આટલો લાંબો સમય રાજ કરી ગયા એનું કારણ આજ કે આપણી વ્યકિતગત સ્વાર્થવૃતિ. પછી એ જયચંદ હોય કે અમીચંદ. બીજી વાત તે આપણી  એકતાનો અભાવ. એમાં સેઢાસીમથી માંડી, ધર્મ,નાત,જાત,વર્ણ,પ્રાંત ને રાજ્ય. આપણે કણકણમાં વંહેચાયેલા છીએ. આપણે પહેલા આપણા માટે.પછી કુટુંબ,ગામ, ધર્મ, આપણુ રાજ્ય ને છેલ્લે આપણો દેશ માટે વિચારીએ છીએ.આવી ટુંકી વિચારસરણીથી દેશમાટે કોઇ કામ થાય નહિ. કેમકે દરેકને પોતાના વ્યકિતગત લાભ જોતા હોય.જેને આપણે નેતા બનાવીએ છીએ એમાપણ આપણા વ્યકિતગત લાભની ગણતરી હોય છે. આપણે જ એને અપ્રમાણિક બનાવીએ છીએ. લોકશાહીમાં જેમ હક છૈ એમ ફરજ પણ છે. પણ આપણા ધર્મ પ્રમાણે આપણે બધીજ જવાબદારી ભગવાન પર દીધી છે. તો ઘરમાં માબાપ કે વડીલો પર,પહેલા રાજાઓ પર  ને હવે નેતાઓ પર બધું છોડીને બસ,મત આપી દીધો એટલે આપણૂં કામ પુરુ એમ માનીને હાથ ખંખેરી નાખીએ. લોકશાહીમાં આવું ન ચાલે.નેતાઓ આ પ્રજા માંથી જ આવે છે એપણ પ્રજાના પ્રતિનિધિ સાથે  પ્રજાનું પણ પ્રતિબિંબ છે.  આમ જ દેશનુ ભાવિ ઘડાય છે. તો આ છે આપણી સમસ્યા

  

No comments:

Post a Comment