Sunday, December 13, 2020

આધુનિક લગ્નસંસ્થા. ભાગ એક

 મિત્રો, આજે એક પ્રસંગની જાહેરાત જોઇ. લગ્નમેળો! આજના સમયમાં આ નવી વાત નથી.એક સમયે લોકો એક ચોક્કસ વિસ્તાર,ગામ,જાતિ ને ધર્મના વિસ્તારમાં રહેતા. એકબીજાને સાત પેઢીથી ઓળખતા. ઉપરાંત ધંધા પેઢી દરપેઢી વારસા ગત રહેતા એટલે લોકો સમાનધર્મી સાથે વિવાહસબંધો ગોઠવતા જેથી સાસરે જનાર દિકરી કે આવનાર વહુ સહેલાઇથી પરિવાર સાથે ગોઠવાઇ શકે. હવે  સમય બદલાયો. વતન સાથેનો નાતો તુટવા લાગ્યો.કારણ કે આજીવિકાના નવા રસ્તા ખુલ્યા. લોકો નાનું વર્ળુળ છોડી દેશાવર જતા થયા. અન્ય સમાજ ને લોકોનો પરિચય વધ્યો. શિક્ષણનો વ્યાપ વધતા નવા વિચારોની ક્ષિતિજ ખુલ્લી.લોકો કુપમંડુકતામાંથી બહાર આવ્યા. વિવાહ અજાણ્યા પરિવાર,ધર્મ,નર જ્ઞાતિમાં થવાનું સામાન્ય થવા લાગ્યુ  શરુઆતના થોડા  વિરોધ પછી. પછી તો યુવકયુવતીઓને જાહેરમંચ પર જીવનસાથી પસંદ કરવાની તક મળે એ માટે અમુક સામાજિક સંસ્થાઓ આવા લગ્નમેળા કે સમારંભોનું આયોજન કરે.દરેક પાત્ર પોતાનો પરિચય,પોતાની ભાવિજીવન માટેની પરિપાટી ને પોતાની લગ્નજીવનની ઇચ્છાઓ વ્યક્ત કરે. આમાથી જે બે પાત્ર એકબીજાને અનુકુળ લાગે એને આયોજકો મેળવી આપે.  પણ આ જાહેરાત તો વયસ્કો માટેની હતી.! આપણા સમાજ માટે કલ્પનાતીત. અરે ભાઇ, હવે ખાઇ પી ઉતર્યા. હવે પ્રભુભકિત કરવાને ટાણે આ નવે નાકે દિવાળી કયા કરવા નીકળ્યા? કેટલાકને તો ધર્મ રસાતળ જતો લાગ્યો. વાત તો સાચી.કારણ આપણા રુઢીગત માન્યતા પ્રમાણે સંસારના ત્રણ ઋણ ચુકવ્યા પછી હવે આત્માના ઉધ્ધાર માટે ભકિત કરવાની હોય. સંસારમાથી વિરક્ત થવાનું હોય એને બદલે આ તો અવળી ગંગા!         ભાગબીજો કાલે

No comments:

Post a Comment