Sunday, December 13, 2020

આધુનિક લગ્નસંસ્થા

ભાગ ર  તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નની વયમર્યાદા કે લગ્ન ચડતી યુવાનીમાં થાય. હજુ હરતાફરતા હોઇએ ત્યાજ બાળકો મોટા થઇ જાય. એક સમયે આયુષ્ય પચાસ કે સાઇંઠ વર્ષ ગણાતું. કામ સખત ને દરેક વ્યવસાયમાં મહેતન માગી લે. એટલે નાનીવયે વિવાહ ને તરત સંતાનો. માબાપ પૌઢાવસ્થામાં પંહોચે ત્યા  દિકરા દિકરી કામ સંભાળતા થઇ જાય. વહુ આવે એટલે સાસુને વેકેશન ને દિકરા કંધોતર થાય એટલે બાપને આરામ.  પણ આજે પરિસ્થતિ બદલાઇ ગઇ. શારીરિક ને ચિકિત્સા વિજ્ઞાન  વિકસ્યુ છે. સામાન્ય બિમારી જીવલેણ બનતી નથી. એટલે આયુષ્ય વધ્યુ છે. બીજુ પરિવર્તન આજીવિકાના નવા વિકલ્પો. શહેરીકરણ ને દેશાવરનું  ક્ષેત્ર  પરિવારના માળા વિખેરી રહ્યુ છે. સંતાનો તક મળે માબાપને છોડી શહેરોમાં નોકરીધંધા માટે વિચરણ કરી રહ્યા છે. માળામાં કયારેક એકલા વૃધ્ધમાબાપ રહી જાય છે. શહેરમાં સામાન્ય આવકમાં બધાનો સમાવેશ થઇ શકે એવા મકાનો બધાને મળતા નથી. પરિણામે માબાપને વતનમાં એકલારહેવાનો એક જ વિકલ્પ બાકી રહે. એમા પણ બેમાથી કોઇ બિમાર પડે કે વિદાય લે ત્યારેજ સમસ્યા ઉભી થાય છે. નછૂટકે શહેરમાં જાય પણ બધુ પરાયુ લાગે.પોતાના સંતાનો કે બાળકો  એનાથી દુર ભાગતા હોય એમ લાગે. કોઇને એને માટે સમય નથી તો આખો દિવસ ને રાત બાર ને બદલે બત્રીસ કલાકનો લાગે.  આ સંજોગોમાં કોઇએ એક નવો વિચાર તરતો મુક્યો. 'મેરેજ બ્યુરો'મોટી ઉંમરના લોકો માટે.  પણ આપણી સામાજિક આદત પ્રમાણે દરેક નવી વિચારસરણીનો વિરોધ,ઉહાપોહ ને પછી સ્વીકાર. જોકે પુરુષો માટે આ નવુ ન કહેવાય. એતો લગને લગને કુંવારા. એ ગમે તે કારણે ને ગમેતે વયે વિવાહ કરીશકે. સવાલ બહેનોનો હતો. પછી તો નવી વિચારસરણી ધરાવતા યુવાનોનો સાથ મળ્યો.આજે અમુક અપવાદ સિવાય એનો સ્વીકાર થાય છે. પણ કોઇપણ ઉંમરે સ્ત્રીપુરુષના સાયુજ્યમાં  નેખાસ તો મોટીવયે જયારે બન્ને પક્ષને પોતાનો પરિવાર.ઢળતી ઉંમરે નાનીમોટી શારીરિક બિમારી તો હોવાની. આમા કયારેક તો કોણ કોની ચાકરી કરે? જો બન્ને સાજામાંદા રહેતા હોય તો નવી સમસ્યા થાય. ઉપરાંત મિલ્કતના ઝધડા થવાની શક્યતા  પણ રહેવાની.  બન્નેના પરિવારની આવનજાવન રહેતી હોય ને એમા તારો પરિવાર ને મારો પરિવાર એકબીજાની આંખો ટકરાય ને આ તો ઉલમાંથી ચુલમાં પડવા જેવું થાય.   શાંતિથી છેલ્લી અવસ્થા પસાર કરવાને બદલે કયારેક કોર્ટકચેરીના ચક્કરમાં સમય પસાર થાય. વિલ સ્પષ્ટ હોય તો પણ વારસદારો માબાપની હયાતી કે ગેરહાજરીમાં બાખડવાના. કાયદાની એસીતેસી. એટલે ઘણા લોકો આવી પરિસ્થિતમાં મુકાવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે.

 

No comments:

Post a Comment