Wednesday, November 25, 2020

તપસ્યા ભાગ ૨

 સામાન્ય રીતે માબાપ આવી જ્ઞાની ને ત્યાગી દિકરી માટે ગૌરવ અનુભવે. પણ અંહી જ સમસ્યા એ હતી કે અવનીનો સંસારત્યાગ એ માત્ર મોક્ષની સાધના જ નહોતી પણ સંસારી ને મા તરફની રીસ ને ગુસ્સો પણ હતો. અવનીએ એની દિક્ષાની જાણ છેક છેલ્લે દિવસે કરી હતી!જોકે વાંસતીબેન આમા કયાક જવાબદાર હતા.એટલે એને આઘાત લાગ્યો હતો. સાથે દિકરીને સમજી ન શક્યા એનો અફસોસ પણ આજ સુધી હતો.આજે અચાનક એનું આગમન એને મુંઝવી રહ્યુ હતું.હજુ થોડા વરસો પહેલા વસ્તુપાળ ને વાસંતીબેનનો સુખી સંસાર હતો. બે દિકરીઓ ને એક દિકરો.એની આવક આ નાનકડા પરિવાર માટે પુરતી હતી. બાળકોને જરુરી વસ્તું કજીયાકંકાસ વિના મળી જતી.  વાસંતીબેન કુશળ ગૃહીણી હતા.અવની મોટી ને જવાબદાર,સમજુ છોકરી,અનુ નાની તે શાંત,શરમાળ ને લાગણીશીલ ને નાનો દિકરો તે તો કુળદિપક. બાળકો શૈશવનો આનંદ માણતા. બહારની તો કયારેક ઘરમાં ચાલતી વિસવાંદીતાનો ખ્યાલ એને આવે જ કયાથી? એ સમય પણ એવોજ હતો કે માબાપ વચ્ચેના મતભેદ,મનદુઃખ,લડાઇ,ઝધડા  બાળકોની હાજરીમાં છુપાવી વ્યક્ત ન થાય એની કાળજી રખાતી. પણ સુખ ને આનંદમય લાગતું વાતાવરણનું ભ્રામક આવરણ એક રાત્રે છતું થઇ ગયું.અવની ત્યારે ચૌદ વરસની.પણ વયના વયના પ્રમાણમાં વધારે સમજદાર ને ચકોર હતી.એ રાતે એ અચાનક જાગી ગઇ.એણે મમ્મીપપ્પાના રુમમાંથી વાતચીતનો અવાજ સાંભળ્યો. પણ આ સામાન્ય વાતચીત નહોતી! પણ બન્ને વચ્ચે ઉગ્ર અવાજે ઝધડો ચાલતો હતો.પપ્પાનો  ઉગ્ર અવાજ ને મમ્મીનું રુદન ખાસ્સી વાર ચાલ્યું.  એણે પ્રથમ વખત જ માબાપના પ્રસન્ન દામ્મપત્યમાં વિખવાદનો ઓછાયો જોયો.એ ઉદાસ થઇ ગઇ,એણે બીજે દિવસે બન્નેની વર્તણુક પર નજર રાખી. તો પપ્પાનું મોં ચડેલું હતું ને જરુર પડે આડુ જોઇને બોલતા  તો સામે મા જરુર પડે ત્યા હા કે ના જેવા જવાબ આપતી હતી.એની આંખો સુજેલી હતી.ચહેરો મ્લાન હતો.આંસુ છુપાવવા એ ધીમે ધીને સ્તવન ગણગણતી હતી. અવનીએ જે જોયુ ને સમજીએ એણે ખાનગી રાખ્યું. હવે એ સભાન થઇ ગઇ.એને સમજાયુ કે આ તકરાર પહેલી ને છેલ્લી નથી. કયારેક દિવસે પણ તકરાર થતી  એ વખતે એ પોતાની રુમમાં જતી રહેતી ને એની ગેરહાજરીમાં જે બન્યુ હોય એમાં બન્નેનું વર્તન ચાડી ખાતું. પણ એ સંવેદનશીલ છોકરી હતી ને એની ઉંમર પણ એવી હતી. એની મુંઝવણ સમજનાર કોઇ નહોતું. શું કારણ હશે આ કલહનું? બહાર તો આવી વાત ન કરાય એટલી તો સમજણ હતી જ. તો સીધી રીતે બન્નેને પુછાય જ નહિ. જવાબ તો નમળે પણ દાંટ તો પડે જ!  એમ કરતા એ બારમા ધોરણમાં આવી. અભ્યાસનું ભારણ ને ઉપરથી પપ્પાએ  જો એ ઉતમ શ્રેણીમાં પાસ થાય તો મેડીકલમાં મોકલવાનું પ્રલોભન આપેલુ એટલે બધુ ભુલી એ તનમનથી અભ્યાસમાં લીન થઇ ગઇ હતી.   એક તરફ ઉનાળાની ગરમી ને  બીજી તરફ પરિક્ષા શરુ થયા. અવનીએ આટલી ગરમીમાં ઘરેથી કોઇને ચાપાણી કે નાસ્તો લઇને આવવાની મનાઇ કરેલી.  મમ્મીને સમજાવેલી કે  નજીકમાં જ રેણુકા માસી રહે છે ને. જરુર પડશે તો ત્યા જઇને થોડો આરામ કે નાસ્તો કરી લઇશ.    આ માસી એટલે આમ તો મમ્મીની સાહેલી. માનેલી માસી.  એક વખત યાત્રામાં ભેગા થઇ ગયા ને આમ પણ વાસંતીબેનનો સ્વભાવ માયાળૂ.પારકાને સહજતાથી પોતાના કરી લે.આમ એ આ પરિવાર જોડે બંધાઇ ગયેલા. એમના પતિદેવ ત્રાવેલ એજન્ટ ને આવી યાત્રાઓનું આયોજન કરે. શરુઆતમાં રેણુકા બેન સાથે જતા પણ એકની એક જગ્યાએ જવાનુ થાય તો એ ઘેર રહેતા. આવી યાત્રાઓ કયારેક મહીનોમાસ કે વધારે પણ હોય. ઘેર એકલા કંટાળે ત્યારે વાસંતીબેનને ત્યા ધામા નાખે. સંતાનોની ઝંઝાળ નહોતી. એટલે જયારે આવે ત્યારે અવનીને આગ્રહ કરે.'અવની, તારી સ્કુલ તો મારા ઘરની નજીક છે. કયારેક રિસેસમાં આવતી હો તો. તને ખબર પડશે કે માસી મા કરતા સવાઇ હોય. મતલબ મા કરતા વધારે લાડ કરાવે'  આજે માસીના આગ્રહ ને લાડ માણવાનો મોકો હતો. આમ પણ પરિક્ષાનો છેલ્લો દિવસ. સવારનું પેપર સારુ ગયુ હતુ ને સાંજનું પેપર એને માટે સહેલુ હતું. પછી તો મજા જ મજા.ને એ  હસતીરમતી માસીના ઘર તરફ દોડી. તો એણે આંગણામાં પપ્પાનું સ્કુટર જોયું. હા, કયારેક માસી મોડે સુધી રોકાયા હોય તો સ્કુટર પર એમને ઘેર મુકવા જતા. પણ દિવસે! કદાચ માસા ઘેર નહોય ને માસીને કોઇ કામકાજમાં જરુર પડી હોય. મનમાં આમ આશ્ર્વાસન લઇને એ આગળ વધી. પણ વળી એક મજાક સુઝી તો ડોરબેલ વગાડવાને બદલે બારીનો પરદો એક આંગળીથી ખસેડી અંદર જોયુ.ત્યા કોઇ નહોતુ પણ ઘરમાં વાતચીતનો અવાજ તો આવતો જહતો. છેવટે બેડરુમની બારીમાં થી અંદર નજર કરી ને જે જોયુ એ કદાચ આખી જીંદગી નહિ ભુલી શકી હોય. એની આખી દુનિયા બદલાઇ ગઇ.



No comments:

Post a Comment