Friday, November 27, 2020

તપસ્યા ૬

 અવની મમ્મીના નિર્ણયથી ખુશ તો નહોતી.પણ મા ના ચહેરા પર રાહત ને ખુશી જોઇ એણે પોતાની નારાજગી છુપાવીને સંમતિની મહોર મારી. મોં પર બનાવટી ખુશીનો મહોરો પહેરીને. અશેષ સગાઇ બાદ આવતો,બન્ને બહાર જતા ને એ પોતાના મિત્રો સાથે પરિચય કરાવતો.હરતા ફરતા. પણ અવની એને સંપુર્ણ અપનાવતા પહેલા એનું ચારિત્ર  તપાસવા માગતી હતી. પોતાના જીવનમાં માબાપની ઘટના જેવું પુનરાવર્ન ન થાય માટે સજાગ, કદાચ વધારે સજાગ હતી.સજાગ રહેવું પડે એવા કેટલાક લક્ષણો એણે એના ભાવિ પતિમાં જોયા હતા.  અશેષની નજર ચંચળ હતી.કોઇ રુપાળી યુવતી બાજુમાંથી પસાર થાય તો પાછૂ વાળીને જોયા કરતો. એના અંગઉપાંગની અણછાજતી ટીકા કરતો.અવનીની હાજરી ય ભુલી જતો. અવનીએ એકવાર આ બાબત ટકોર કરી તો એ નિર્લજ્જ હસી પડયો.ઉપરથી અવનીને સલાહ આપી.' અવની.ભગવાને આંખો સૌંદર્ય જોવા આપી છે ને સૌંદર્ય જોવા હોય છે.પછીએ ફુલ હોય કે રુપસુંદરી.પુરુષ તો રુપનો પુજારી.એટલે તો ભગવાને એક એકથી ચડીયાતી બનાવી છે ને બનાવતો રહેશે.તને મે પસંદ કરી એનો અર્થ એ નહિકે તું છેલ્લી ને પહેલી છે'.અવની સમજી ગઇ.એ અશેષ માટે એકમાત્ર નહિ પણ અનેકમાંથી એક હતી.ત્યારે તો જાહેર સ્થળમાં આવો વાદવિવાદ કરવાનુ ટાળી દીધું.  આવો જ એક પ્રસંગ બન્યો. બન્ને રેસ્ટોરંટમાં બેઠા હતા ને અચાનક અશેષની કોલેજકાળની સખી આવી. અશેષે એને આવતી જોઇ એ દોડ્યો.લગભગ ભેટી પડ્યો.હાથ પકડીને ટેબલ પાસે લઇ આવ્યો. પછી તો કોલેજકાળની વાતોમાં એટલા મશગુલ થઇ ગયા કે અવનીની હાજરી પણ વિસરાઇ ગઇ. થોડીવારે અશેષને ભાન થયુ ને એણે અવનીનો પરિચય કરાવ્યો.પેલીએ એક પ્લાસ્ટીયુ સ્મિત કરી અભિનંદન આપ્યા.અશેષ એ યુવતીના હાથમાં હાથ પરોવીને જે આત્મીયતા વાત કરતો હતો ને એની વાતો તલ્લીન થઇ સાંભળતો હતો એ અવની માટે કોઇ હિંદી ફિલ્મ જેવું લાગ્યું. લાંબી વાતો પછી એ વિદાય થઇ તો પણ અશેષ એની સાથેની વાતો વાગોળતો હતો.'જોયુ? આ નિક્કી કેટલી બિંદાસ? કોલેજના બધા છોકરા એના દિવાના'. હવે અવનીથી ના રહેવાયું.' તો તું પણ એમાનો એક,બરાબર!' એણે હસવાનો પ્રયત્ન કર્યો પણ એની નારાજગી છાની ના રહી. અશેષ હસી પડયો.' બસ, આટલામાં ઇર્ષા આવી ગઇ?યાર,આપણે તો નિખાલસ સબંધોમાં માનનારા.આવી તો કેટલીય મૈત્રીઓ તને ભટકાશે. આવું દાદીમા જેવુ જુનવાણી ને રુઢીચુસ્ત મન રાખીશ તો આપણી વચ્ચે નહિ જામે,યાર'    એ દિવસની મુલાકાત પછી એ વધારે મુંઝાઇ ગઇ. આવા નિખાલસતા ને આધુનિકતાના અંચળા નીચે મનમાની કરનારા ને મનમાની છુટ લેનારા, નીિતનિયમોમાં માનતી સ્ત્રીઓને જુનવાણી કહીને ઉતારી પાડે  એ જ  લોકો પોતાની પત્નીના અગાઉના પુરુષમિત્ર કે બોયફ્રેંડના અણસાર માત્રથી ભડકી ઉઠે છે ને કયારેક કાઢી પણ મુકે.તો આ નિખાલસતા નથી પણ આધિપત્યની ભાવના છે.  એને જે જાણવુ હતુ એ નિર્ણય લેવા પુરતુ હતું. એણે વિવાહ પછી પત્ની  કે સ્ત્રી તરીકે બધા બંધનો સ્વીકારવાના,જ્યારે પુરુષ કે પતિ તરીકે એને મુક્ત હરવા,ફરવા ને ચરવા નો પરવાનો. કદાચ એની હાલત મા જેવી કે એનાથીય ખરાબ થાય.        આવી એક મુલાકાતમાં બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા જામી ને અવની ઉશ્કેરાઇ. એણે એક પળે વિવાહ ફોક કરી ને બંધનના પ્રતિક એવી વીંટીકાઢીને અશેષના હાથમાં મુકી ચાલતી થઇ ગઇ. એજ  આવેશમાં  એ ઘરે આવી.હવે એ ઘીમી પડી.અચાનક એને મા નો ખ્યાલ આવ્યો.  ઘરમાં દાખલ થતા મા સામે જ એને 'પોખવા' ઉભી હતી.એ એના ચહેરા પરથી સમજાઇ ગયુ કે સંદેશો પહોંચી ગયો છે! એ કાંઇ બોલે એ પહેલા જ  મા  વરસી પડી' તારી સાસુનો સંદેશો આવી ગયો છે.' તો વાત આમ હતી. આમા મરીમસાલાનું પ્રમાણ કેટલું એતો સાંભળનારને કેટલી ગરજ છે એના પર.  મા હવે એનો કોઇ ખુલાસો સાંભળશે  કે પુછશે પણ નહિ એતો અવની સમજી ગઇ. આમ પણ જેને કાઇસાંભળવુ કે સમજવુ જ ના હોય એ ખુલાસા માગતા ય નથી ને સાંભળતા ય નથી. મા એ ચાલુ કરીજ દીધું,'તું તારી જાતને બહુ હોંશિયાર માને છે? આવો અંતિમ નિર્ણય લેતા પહેલા અમને તો વાત કરવી જોઇએ. કાઇ સમસ્યા હોય તોહલ કરવા વાળા અમે હજુ બેઠા છીએ. અવની સહેમી ગઇ.અશેષની મા તો પરાઇ,એતો અવનીનો જ વાંક જોવાની.દિકરાનો જ પક્ષ લેવાની.એમા નવુ શું હતું.? પણ પોતાની સગી મા જે દિકરીને બાળપણથી જાણે છે એને પણ દિકરીને જ દોષ દેખાય છે! આવેશ શમતા એ ધીમા પડ્યા.'દિકરી,તારા આ ઉતાવળા પગલાનું પરિણામ શું આવશે એ વિચાર્યુ છે?સાંભળનાર સહુ છોકરીનો જ વાંક જુએ  ને વાત વધારીને થાય,છોકરી જલ્દી વગોવાઇ જાય. એકવાર આવી  છાપપડી જાય પછી કોઇ સબંધોની બાબતમાં ભલામણ નાકરે. એમા ય આપણે તો નોધારા માણસો. હવે ક્યાથી લાવશુઆવું ઠેકાણુ ને ધર. હવે આ નાના ભાઇ બહેનના સબંધોમા લોકો તારો દાખલો આપીને વાંધો ઉઠાવશે.' એણે ફળફળતો નિસાસો નાખ્યો.


'જોયુ

No comments:

Post a Comment