Saturday, August 5, 2017

મહાભારત ભાગ ૨

મહાભારતનુ મુખ્ય ને મહાનાયક કૃષ્ણ જેને આપણે હવે ભગવાન બનાવી મુર્તિસ્થાપીને મંદિરમાં કેદ કરી દીધા છે. પુજા કરી સંતોષ માન્યો છે એના ચરિત્રને સમજીએ તો એવુ લાગે કે એણે પાપીઓને જે સજાકરી એમાં એનો કોઇ વ્યકિતગત સ્વાર્થ કોઇપણ જગ્યાએ નથી. એણે માત્ર માનવમુલ્યોની રક્ષા માટે જ સત કહોકે અસતનો આશ્રય લીધો છે. એણે ક્યાય ગાદી કે સતાનો મોહ કે પદવીનો આગ્રહ રાખ્યો નથી. પરાજીત રાજા કે સતાધારીને પદભ્રષ્ટ કરીને એના લાયક વંશવારસને સતા સુપ્રત કરી છે. દ્વારીકા વસાવી પણ સતાધારી નથી બન્યા. એટલે એ હંમેશા મુક્ત રહ્યા છે. અત્યારસુધીના રાજકરણીઓમાં એકમાત્ર ગાંધીજી એમને બરાબર સમજ્યા હોય એમ લાગે છે.  બીજી વાત એ કે મહાભારત વેર ને બદલાની પરંપરા છે. જુઓ કે બ્રાહ્મણો ને તપસ્વીઓનો ધર્મ ક્ષમા કરવાનો. ક્ષત્રિયનો ધર્મ પ્રજાનુ રક્ષણ કરવાનુ. પોતાના ધર્મનુ પાલન કરતા જતા મૃત્યુ આવે તો પણ આવકારદાયક છે. એનુ ઉદાહરણ દ્રોણ, એનો ધર્મ શિક્ષણનો. પણ માત્ર વેરની આગમાં લગભગ અંધ બનીને દ્રુપદનો વધકરાવે છે ને એનાથી આગળ એના પુત્ર અશ્ર્વત્થામાને વેરનો વારસો આપતા જાય છે. એ જરીતે એના પક્ષપાતને કારણે જ અર્જુન અને કર્ણને હાડોહાડ વેર ઉભા થાય છે. તો ભીમ ને દુર્યોધન, દુશાઃસન સાથે વેર એનો અંજામ સમસ્ત કૌરવવંશનો વિનાશ સર્જે છે. કદાચ માનવસ્વભાવનુ કે માનવસહજ નિર્બળતાનુ ઉતમ ઉદાહરણ  આ કથામાં છે. માનવએની ઉત્પતિથી માંડી આજની ઘડી સુધી લડતો જ આવ્યો છે. પોતાની શારીરિક, આર્થિક ને માનસિક સલામતી માટે. કયારેક કથિત ભય સામે તો કયારેક સરસાઇ માટે. કયારેક માન અપમાનના બદલા માટે.આપણા ઘરમાંજ આ ભાવિના પગરણ મંડાઇ જાય છે જેને ભાંડુ     વૈમનસ્ય કહેવાય છે. વ્યકિત તરીકેની અલગ પહેચાન માટેનો આ સંર્ધષ મહદઅંશે સમજણ આવતા ઓછો થઇ જાય છે તો એવા સંજોગો આવે તો વકરે પણ છેને ઘરમાંજ મહાભારત ને કુરુક્ષેત્ર ઉભુ થાય છે. આ જ વસ્તુ સમાજ, જ્ઞાતિ, જાતિ, રાજકીય પક્ષો, ધર્મના વાડા ને દેશ દેશ વચ્ચેના સંધર્ષને પણ લાગુ પડે છે.માણસને જ માણસ નડે છે. કમનસીબે આ  વેર વ્યકિત, સમાજ ને દેશને કયારેક વારસામાં મળે છે.જેટલો અહમ વધારે એટલો પરાજય પણ પીડા જનક. ખાસ કરીને લડાયક કોમમાં જ્યા કહેવાય કે બાપના વેરનો બદલો એ જ સાચુ તર્પણ. એ સિવાય પુર્વજોનો આત્મા ભટકતો રહે. આવા વેરની વસુલાતોમાં પેઢીઓ ખતમ થઇ જતી હોય છે.આપણા દેશની વાત લઇએ તો આઝાદીની સાથે જ ભાગલાએ વેરની એવી ભેટ આપી કે આટલા વરસો બાદ પણ એ આગ શમી નથી. આજે દુનિયાના લગભગ મોટાભાગના દેશોને આ સરહદનો સંધર્ષ સતાવે છે. આજે પણ અશ્ર્વત્થામા જીવે છે. એના હાથમાં બ્રહ્માસ્ત્ર છેએટલે કે અણૂબોંબ છે ને એ કોઇને શાંતિથી સુવા દેતો નથી. કદાચ એ ભયથી જ માણસ ચુભાઇને મને કમને શાંતિ ને સુલેહનુ નાટક કરી લેછે

No comments:

Post a Comment