Saturday, August 19, 2017

આઝાદી

હમણા પંદર ઓગષ્ટ ગઇ. વિદેશી શાસનનો અંત. આઝાદી! વિચારીએ આ દિવસે કે ખરેખર આપણે આઝાદ થયા છીએ? એવુ સ્પષ્ટ લાગે છે કે આઝાદી દેશના લાખો લોકોને પહોંચી નથી કે સમજાઇ નથી. કારણ કે આગુલામી માત્ર અગ્રેજી શાસન પુરતી જ નથી. હવે જેને ગુલામી શું છે? એ જ ખબર ન હોય તો આઝાદી શું છે કે એની કિંમત કયાથી સમજાવાની? કારણ એમના જીવનમાં કોઇ ફરક નથી પડ્યો. આટલા વરસોના સ્વદેશી શાસન પછી પણ રોટલા ને ઓટલાનો સવાલ  તો ઉકેલાયો નથી. આમ જુઓ તો દુનિયાના બધા જ સમાજમાં નેવુ ટકા બહુમતી પર દસ  ટકા લઘુમતી રાજ કરતી આવી છે. પછી એ બુધ્ધિબળ હોયકે સતા કે સંપતિ કે ધર્મ. સદીઓથી આપણા જનજીવન પર ધર્મની અસર રહી છે. આપણા જીવનમુલ્યો જેવાકે દયા, શાંતિ, સુલેહ, સમાધાન, શ્રધ્ધા. પણ આ જ મુલ્યોનો અતિરેક થાય કે એની આડમાં દંભ ઉભો થાય ત્યારે એ જ ગુણો અવગુણ બની વિનાશ નોતરે છે. સમાધાન કે શાંતિ સારી વસ્તુ છે પણ એનો અતિરેક કાયરતા બને છે. આ ને કારણે જ આપણે ઘણા પરદેશી શાસનોના શિકાર બન્યા છીએ.' કજીયાનુ કાળુ મોં' શ્રધ્ધાનો અતિરેક પ્રમાદ નોતરે છે. ' યથા યથા ધર્મસ્ય ગ્લાની ભવતિભારતમ,સંભવામિ યુગે યુગે' બસ આશબ્દોને પકડીને આપણે આકાશ તરફ મીટ માંડીને બેસી રહીએ છીએ. અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે' ભગવાનને ત્યા દેર છે પણ  અંધેર નથી, એના કર્યા એ ભોગવશે', પાપનો ધડો ભરાશે ત્યારે ફુટશે'. આવા ઠાલા દિલાસા લઇને નિષ્ક્રિય બેસી રહીએ છીએ. આજે પણ ભગવાન નહિ તો સરકાર પર બધુ છોડી  બસ બધા અગવડ કે અભાવ માટે ફરિયાદ કરીએ છીએ. કયારેક વધારે જાગી! જઇએ તો આંદોલન, ઉપવાસ એટલે કે ત્રાગા, કે હડતાલનો આશરો લઇએ છીએ. મોટે ભાગે તો આવા આંદોલનોમાં જાગૃતિ કે સમજણ કરતા અસામાજિક તત્વોનો હાથ હોય છે તો કવચિત અસંતુષ્ટ રાજકરણી પણ હોય છે. એમાં કશુ પામવા કરતા સમાજને ગુમાવવાનુ જ હોય છે. કારણ જાહેર મિલ્કતોને નુકશાન, માલમિલક્તની તોડફોડ,જનજીવન ઠપ્પ થઇ જાય, લોકોની રોજગારી બંધ થાય. આજને તબ્બકે  પણ કહેવાતા નાગરીકોને અસરકારક તરીકાથી પોતાના સવાલને પેશ કરતા આવડતુ નથી. લોકશાહીની પાયાની જરુરિયાતએ કે દરેક નાગરીકની ફરજ કે જવાબદારી હોય છે. માત્ર હક જનહી. સગવડ ઉભી કરવા પૈસા જોઇએ. જો  આપણે કરવેરા ન ભરીએ તો સગવડ ક્યાથી થવાની? એક સાદુ ગણીત. આટલા વરસો પછી પ ણ આ દેશના નાગરીકોને સમજાયુ નથી. જાહેર મિલ્કત બધાની જવાબદારી છે એને જાળવવાની. પણ આ સત્ય કોઇને સમજાતુ નથી એટલે તો આપણા  મંદિરો, નદીઓ, શેરી, ગામ, શૌચાલયો અરે આખો દેશ એક વિશાલ ઉકરડો બની જાય છે. ' કોના બાપની દિવાળી અથવા સહિયારી સાસુની ઉકરડે મોકાણ' આવો ઘાટથાય.   બીજી એવી જ કમનસીબી કે આપણે ધર્મ, જાતિ,જ્ઞાતિ, ભાષાની અલગતામાં એવા ફસાયેલા છીએ કે એક સમગ્ર દેશના નાગરીક તરીકે વિચારી શકતા જ નથી. આપણી આવી ફુટફાટનો ગેરલાભ બઘા જ આક્રમણકારોએ ઉઠાવ્યો છે. આજે પણ બિહારી મહારાષ્ટમાં જાય કે ગુજરાતી મદ્રાસમાં જાય કે પંજાબી  યુપીમા જાય એને એક  ભારતીય તરીકે નહિ પન જેતે રાજયના માણસ તરીકે જોવાય છે ને અણગમતા અતિથિ જેવો કે અન્યાય પુર્ણ વ્યવહાર થાય છે. નોકરીધંધામાં ભેદભાવ ને કનડગત થાય છે. વિચારીએ કે એ વીર શહીદોએ જે માનસિક ને શારિરીક યાતના વેઠી હશે ને જેના બલિદાન થકી આપણે આઝાદ થયા એ લોકોએ શુૂ માત્ર જે તે  રાજ્ય કે જાતિ,જ્ઞાતિ વિષે જ વિચાર્યુ હશે?વિધીની વક્રતા તો જુઓ કે આ અલગતાવાદ ઘટવાને બદલે વકરતો જાય છે. રોજ નવા અલગ રાજ્ય માટે કે અનામતના બહાના નીચે નવી જ્ઞાતિકે જાતિની માગણી ને આંદોલન ફુટી નીકળે છે. ખરેખર આપણે કણકણમાં વેરાઇ ગયા છીએ. એટલે તો ત્રેત્રીસ કરોડ દેવો ય આપણને ઓછા પડે છે. રોજ એક નવી માતા કે દેવી પ્રગટ થાય છે ને એક નવો ધર્મ, નવી જાતિ, તો નવા રાજકીય પક્ષો ને નવા નેતાઓ ભારતમાતાની અંખડ ચુંદડીમાં ચીરા પાડતા જાય છે. ખરેખર આપણે આઝાદીને લાયક છીએ?      એક ઓર વાત. દેશમાથી આવેલા આપણા શિક્ષીત ને જાગૃત નાગરીકો! અહી આઝાદી નિમિતે પરેડ તો કાઢે છે પણ એમાં નેતા નહિ પણ અભિનેતાની આગેવાની હોય છે. એટલા પુરતુ ય જો પ્રજા હાજરી આપે  તો. ને આપણા સ્વભાવગત સંસ્કારો પ્રમાણે એમા પણ આયોજકો વચ્ચે ઝધડા ચાલતા જ હોય છે.

No comments:

Post a Comment