Friday, May 17, 2019

'મા'



























































વાંચકમિત્રો, આજે 'મધરડે' કે આપણી ભાષામાં માતાનો દિવસ .એના વિષે વાત કરીએ. 'મધર ડે' એ તો વેસ્ટનપ્રજાએ શરુ કરેલી પ્રથા છે. જેમ વેલટાઇન ડે, ક્રિસમસ, જન્મદિવસ એવા તહેવારો દેખાદેખીથી વિશેષ કાંઇ નથી. આપણે માટે તો બધા જ દિવસો મધર ડે જ છે. વેસ્ટન દેશોમાં માબાપ ને સંતાનો અમુક ઉંમરે અલગ  ને દુર દુર રહેતા થઇ જાય છે,તો આ નિમિતે બધા એકબીજાને મળે એ જ હેતું.   મુળ હેતુ માતાનો આભાર માનવાનો.
    આ સૃષ્ટિનો આધાર માતા છે. એ માત્ર જન્મ જ નથી આપતી પણ જાળવે  પણ છે.બાળકના જન્મ પહેલા ને પછી પણ શારીરિક ને કયારેક માનસિક તકલીફ સહન કરે છે.કવચિત પરિવારમાં અસહ્ય લાગતી જીંદગી પણ માત્ર પોતાનું બાળક નમાયુ કે ઓછીયાળુ ન થઇ જાય માટે જીવી લેછે. દુનિયાના દરેક સમાજમાં ને દરેક વિચારક વ્યકિતઓએ મા નો આદર કર્યો છે. આપણા રામાયણમાં સોનાની લંકા જીતીને વિભીષણને સુપ્રત કરે છે, કારણ! તો 'જનની જન્મભુમિ સ્વર્ગાદપિ  ગરીયસી.'  તો આપણા શાસ્ત્રોએ માતૃદેવો ભવ નો આદેશ આપ્યો છે. આપણા કવિઓએ માતૃવંદનાના બહુ ભાવસભર ગીતો ગાયા છે. શાયર શ્રી મેઘાણી ને કવિ બોટાદકરની માતૃવંદનાની કવિતા વાંચીને કોની આંખમાં આંસુ ન આવે?દુનિયાની દરેક શ્રેષ્ઠ વસ્તુ જોડે માતાની તુલના થાય ને એમાં માતા ચડી જાય. માતા ગંગાના નીર કરતાય નિર્મળ, ચાંદની જેવી શીતળ ને વાદળી જેવી જીવનદાતા.  માનવસમાજના ઉત્કર્ષમાં એનો ફાળો એવો કે કોઇએ કહ્યુ કે જે કર ઝુલાવે પારણૂ એ જ દુનિયા પર રાજ કરે. તો માતાના ચરણમાં સ્વર્ગ છે એમ પણ કહેવાય છે.  મા કરુણાની મુર્તિ, દયાનો સાગર ને પ્રેમનો પર્યાય.
     હવે આપણે એના બીજા પાસાની વાત કરીએ તો દરેક માતા એક સ્ત્રી પણ છે ને એનામાં માનવસહજ નબળાઇ ને અવગુણ પણ છે. મા તરીકે એનો પ્રેમ જયારે એક જ પાત્રમાં સિમિત થઇ જાય ત્યારે એની સ્ત્રી  કે મનુષ્ય તરીકેની એની નબળાઇ છતી થાય છે. જે મા પોતાની દિકરીની સાસરીમાં કષ્ટની વાત સાંભળી કકળી ઉઠે એ મા સાસુ તરીકે ને એક સ્ત્રી તરીકે પોતાની પુત્રવધુને ત્રાસ આપતા વિચારતી નથી કે આ પણ કોઇની દિકરી છે. એ વખતે એની મમતા કે દયા કે પ્રેમ કયા જાય છે? સામે જે દિકરી પોતાની માતાને કષ્ટ આપતી ભાભીની ફરિયાદ કરેછે એ ભુલી જાય છે કે એની સાસુ પણ કોઇના મા છે. આ સમયે માનનીય સાહિત્યકાર ઘુમકેતુ યાદ આવે. એક મહાન બોધ કે વ્યકિત જયારે બીજાની નજરથી કોઇ સમસ્યાને જુએ ને સમજે તો દુનિયાના અર્ધા દુઃખો ઓછા થઇ જાય.જો કે આ  સત્ય પિતા કે પુરુષને પણ લાગુ પડે. બીજાની બહેન દિકરી પર બુરી નજર કરનાર એટલુ જ વિચારે કે આપણી બહેન કે દિકરીને કોઇ સતાવે તો આપણને કેવું દુઃખ થાય?
   કમનસીબે આપણા લોકસાહિત્ય,લોકગીતો ને એના આધારે બનતી ફિલ્મોએ આ પુર્વગ્રહને વધારે છંછેડયો છે. સમાજને એમાથી સત્યદર્શન કરાવવાને બદલે માત્ર મનોરંજનને નામે સાસુ વહુ કે નંણદભોજાઇના સંબધોને વિકૃત રજુ કર્યાછે તો  આપણા કન્યાવિદાયના ગીતો તો  જાણે દિકરી સાસરે નહિ પણ કસાઇ વાડે જતી હોય એવી અસહાયતા ઉભી કરે ને એવા જ ભાવ સાથે સાસરે આવતી કન્યા નવજીવનના ઉમંગથી નહિ પણ એક પુર્વગ્રહ સાથે નવુ જીવન શરુ કરે. મોટાભાગના કુટુંબમાં આમાથી જ ઝધડા ને મારામારી ને કયારેક કોઇની જીંદગીને લુણો લાગી જાય કે ખતમ પણ થઇ જાય.       એક એવી બાબત કે કયારેક સ્ત્રીને ઓરમાન મા  બનવુ પડે ને બીજાના બાળકો ઉછેરવા પડે. માનવેતર પ્રજાતિમાં પણ આગળપાછળના બચ્ચાને ઉછેરવા નવી માદા તૈયાર નથી હોતી. અંહી જ સ્ત્રીની મમતાની કસોટી થાય છે. પણ સમાજનો પુર્વગ્રહ આમા પણ ખતરનાક ભાગ ભજવે છે. રામની ઓરમાન માતાએ આમાજ રામાયણ ઉભુ કર્યુ ને દશરથના મૃત્યુનુ નિમિત બની. તો ધ્રુવની અપરમાના પ્રતાપે માસુમ બાળકને વનમાં જવુ પડ્યું. કદાચ એટલે જ આ પુર્વગ્રહ ઉગ્ર બન્યો હશે ને સમાજે સાવકી મા પર 'ત્રાસવાદી' નો સિક્કો લગાડી દીધો! એના આગલા ઘરના સંતાનો તરફના વર્તનને નકારત્મક રીતે જ જોવા ને મુલવવામાં આવે. આપણા સાહિત્ય ને ફિલ્મોએ આ જ રાગ આલાપ્યો છે.
     આશા રાખીએ કે એક સ્ત્રી તરીકે આપણે બીજી સ્ત્રીને સમજીએ તો દરેક મા ને સંતાનો તરફથી આદર ને પ્રેમ મળે.આનાથી વધારે મુલ્યવાન ભેટ શું હોઇ શકે?
     ીજી






































No comments:

Post a Comment