Thursday, May 23, 2019

માતા

મા,માતાકે જનની વિષે એટલુ કહેવાયુ છે કે ધરતીનો કાગળ બનાવીને લખીએ તો પણ ઓછો પડે. સૃષ્ટિનો આધાર ને દેવતાને ય જન્મ લેવાનું મન થાય એવી એની ગોદ. આપણા રામાયણમાં પણ રામે આ જ મતલબની વાત કરી છેકે જનની જન્મભુમિ સ્વર્ગાદપિ ગરીયસી. એક માતા સો શિક્ષક બરાબર ને જે હાથ પારણુ ઝુલાવે એ જ દુનિયા રાજ કરે એવી ઉક્તિઓ પણ છે. માતાના એક આંસુ પર જાન ન્યાેછાવર કરનારા નેપોલિયન જેવા શુરવીરો છે કે તલવારોનો સામનો કરી શકે છે પણ માતાના આંસુનો નહિ. આપણા  કવિવર બોટાદકરે પૃથ્વી ને સ્વર્ગના તમામ સુખો સામે માતાનો પ્રેમ ને ત્યાગ મહાન બતાવ્યો છે. જનનીનો જોડ સખીનહિ જડે એ કવિતા કોણ ભુલી શકે. માતા કરુણાની દેવી,મમતાની મુરત,ત્યાગની પરાકાષ્ટા સંસારમાં બાળક માટેના એના ત્યાગ,બલિદાનસંતાન માટે વિકટ સંજોગોમાં ય ઝઝુમવાની એની શકિત .એની તુલનામાં શુરવીરોને હથિયાર પણ ઓછા પડે.
   આ સ્ત્રીનું માતા તરીકેનું સંતાન તરફના વાત્સલ્યનું એક સ્વરુપ છે. પણ એનું બીજુ પાસુ  જે એક સ્ત્રી તરીકે છે એમા એની માનવસહજ નબળાઇ ને ખુબી કે ખામી વ્યક્ત થાય છે. જયારે વાત્સલ્ય એક જ પાત્રમાં કેંદ્રિત થઇ જાય ત્યારે એ સ્વાર્થ બની જાય. વ્યકિત પ્રેમમાં અંધ બની  જાય ત્યારે એના ઉતમ ગુણો અવગુણ બની ને બીજા લોકોને અન્નાય કરે કે ઘાતક બને. મા તરીકે પ્રેમાળ સ્ત્રી જે પોતાની સાસરવાસી દિકરીની ચિંતા કરીને અર્ધી થઇ જાય,કયારેક એના કાલ્પનિક દુઃખમાત્રથી વલોવાય જાય. પ્રેમમાં પોતાની દિકરીના અવગુણ ન દેખાય. સામે વાળાનો  વાંક દેખાય.એજ માતા પોતાની પુત્રવધુને અન્નાય કરતા કે સતાવતા પહેલા  એક વાર પણ વિચારતી નથી. તો સામે દિકરી એની સાસરીયાની ફરિયાદ કરે, પિયરમાં ભાભી મા ને બરાબર સાચવતી નથી એવી રાવ કરે પણ પોતે સાસરીમાં સાસુને કેવી રીતે પજવે છે એનો વિચાર નથી આવતો. તો પોતાના સંતાનો માટે જાન કુરબાન કરનાર પ્રેમાળ મા સાવકી મા તરીકેના રોલમાં એક સિતમગારથી કમ નથી હોતી. જોકે આમાં પણ અપવાદ તો હોવાનાજ. પણ આ સામાન્ય પુર્વગ્રહ ને રામાયણ એનું સાક્ષી. પોતાના દિકરા માટે રાજ માગીને એ પણ હઠથી ને ઉપરથી રામને વનવાસ!પ્રેમનું આ વરવું સ્વરુપ.શોક્યના સાલમાં તો બે સ્ત્રીઓની પતિ માટેની સાંઠમારીમાં ખો તો પતિ ને નિર્દોષ બાળકોનો નીકળી જાય.   પતિ કે આજના સમયમાં બોયફ્ર્રેંડની આગલી સ્ત્રીને ખતમ સુધી વાત પંહોચી જાય છે.
    પ્રેમને બલિદાનની મુરત માતા સ્ત્રીના રુપમાં એની બધી નબળાઇ સાથે રજુ થાય છે.

No comments:

Post a Comment