Sunday, May 26, 2019

આવરણ

મિત્રો. આપણે માનવપ્રાણી આવરણ નીચે જીવીએ છીએ. એ વસ્ત્રોનું હોય,વાણીનું હોય, મેકપનું હોય કે આબરુનું હોય.     આજે આપને એ આવરણ વિષે વિચારીએ.
    આપણા પુર્વજો ગુફાવાસી આદિમનાવો  વસ્ત્રો નહોતા પહેરતા. પ્રાણીની માફક એમ જ ફરતાિ વચારશકિત આવી ટાઢ,તડકા ને વરસાદ જેવા કુદરતી પરિબળો સામે રક્ષણ મેળવવા ઝાડની છાલ, વેલા,પાંદડા ને પછી મૃત પ્રાણીઓના ચામડા વીંટાળતા થયા. ક્રમે  ક્રમે મગજના વિકાસ સાથે શાળ પર કાપડ બનાવવાનું ને અંતે પોતાના માપ પ્રમાણે કપડા પહેરતા શીખ્યો. જોકે આ પ્રકિયા બહુ લાંબી છે. પશુંપંખી ને પ્રાણીઓ તો હજુ પણ કુદરતી અવસ્થામાં જીવે છે.
      વસ્ત્રોનો મુળભુત ઉદેશ તો શરીરનું બહારના વિષમ સંજોગોમાથી રક્ષા કરવાનો હતો. જેવું વાતાવરણ ને જેવું જેનું કામ.એ પ્રમાણે લોકોએ પોષાક અપનાવ્યો. ખુલ્લા વાતાવરણ ને શારીરિક શ્રમજીવીઓને જાડા ને બરછટ પોષાક જોઇએ જેમ કે ખેડુતો ને મજુરો. જેને ટાઢે છાંયે બેસીને કામ કરવાનું હોય એવા વેપારીવર્ગ ને કારકુનો. શિક્ષકો એમનો પોષાક ઢીલો ને હળવો ને પાતળો હોય. એટલે વેશ એ માણસના વ્યવસાયની ઓળખ  બની ગઇ. બ્રાહ્મણનું પીતાંબર કે અબોટીયુ, ખેડુતને કેડીયુ ને ચોરણી, મહાજન કે વેપારીના ધોતીયા ને ટોપી,દરબારની પાઘડી,શુદ્રનું પંચીયુ.   અત્યારે પણ પોસ્ટમેન, પોલીસમેન, ડોક્ટર ને નર્સો,ને સૈનિકોને પોતાની નોકરી પ્રમાણે ઓળખ તરીકે યુનિર્ફોમ હોય છે જે એને જનસામાન્યથી અલગ તારવે છે ને પોતાના વ્યવસાયમાં મદદરુપ બને છે.
   પછીના સમયમાં પોશાક એ માનમોભા ને સામાજિક પ્રતિષ્ઠાનું પ્રતિક બની ગયો. એમા પણ મનોરંજન ને પછી ફિલ્મજગતમાં પોષાક શરીર ઢાંકવા કરતા એના પ્રદર્શનનો ભાગ બની ગયો. એક  પુરતા વસ્ત્રોને અભાવે અર્ધનગ્ન નારી ને એક અઢળક વસ્ત્રો સાથે અંગઉપાંગોનું પ્રદર્શન કરતી નારી. કોણ ગરીબ? એકની મજબુરી ને એકની સહેલાઇથી પૈસા કમાવાની લાલચ.  ટુંકમાં મુળભુત આશય અમુક અંશે કેંદ્રમાંથી ખસી ગયો.
  એજ રીતે વાણી એક વરદાન જે પ્રાણી ને માનવને અલગ તારવે. બાળક બોલતા શીખે ત્યારે જે વું જુએ એવુ જ બોલે. પછી એને સામાજિક રીતભાત નું શિક્ષણ પરિવાર તરફથી મળે. કોની સાથે કેમ વાત થાય, ઘરની વાત બહાર ન કરાય, આવો સામાજિક મેકપ શીખવાડાય. કવચીત ચાડીચુગલી, ખોટુ બોલતા પણ શીખવવામાં આવે.જેવા ઘરના સંસ્કાર!સાચુ બોલવા કરતા સારુ બોલવું. વગેરે. આજે પણ સત્યવક્તા લોકો અળખામણા બનતા હોય છે. જે લોકો કડવી વાત પણ મીઠી વાણીમાં કરી શકતા હોય એમના શત્રુંઓ ઓછા હોય.વાણીમાં વિવેક હોય તો ઘણા ઝધડા અટકી જાય. આને આપણે સામાજિક મેકપ  કહી શકીએ.
    હંમેશા હસતા લોકો સુખી નથી હોતા. ઘણા લોકો પોતાના દુઃખ છુપાવે છે ને હાસ્યનો નકાબ પહેરી રાખે છેટુંકમાં કહીએ તો એક આવરણ કે જેની નીચે માણસ પોતાની અસલીયાત છુપાવી રાખે છે.એનાથી માણસ સુરક્ષા અનુભવે છે .  આપણે સામાજિક પ્રાણી છીએ ને સામજિક સ્વીકૃતિની ઝંખના હોય છે. કોઇપણ સમાજના પ્રચલિત નિયમોની વિરુધ્ધ જતા માણસ ડરે છે. કયારેક ન પોષાતા ખર્ચા ને વિધિવિધાનો લગ્ન,મરણોતર ક્રિયાકાંડ  પણ સમાજમાં 'આબરુ ને સ્થાન ' બચાવવા કરવા પડે છે. એ છે સામાજિક પ્રતિષ્ઠાનું આવરણ જે અંદરથી માણસ ધિક્કારતો પણ હોય.  
   એમ તો આપણી પૃથ્વી  ફરતુ પણ એક આવરણ વાતાવરણનું છે જે આપણને સુર્યના આકરા તાપ સામે રક્ષણ આપે છે.  છેવટે માણસ જીવનના અંતેપણ આવરણ એટલે કે કફન ઓઢીને જાય છે!

No comments:

Post a Comment